Activities Done By Darji Samaj

  • શ્રી દરજી જ્ઞાતિ સેવા મંડળ ધ્વારા શિક્ષણ સહાય ઉપરાંત અનાથ સહાય યોજના, તબીબી સહાય યોજના, આકસ્મિક સહાય યોજના , અપંગ સહાય યોજના તેમજ દીકરીઓ માટે સમૂહ કન્યાદાન (સમૂહલગ્ન) યોજના પણ શરૂ કરવામાં આવી. આજે આ સંસ્થા સરકારી સહાય અનુરૂપ અનાજ(અન્નદાન) યોજના પણ ચલાવી રહી છે.

  • શિક્ષણ સહાયઃ શ્રી દરજી જ્ઞાતિ સેવા મંડળ આ વર્ષ (ર૦ર૪–ર૦રપ) દરમ્યાન ર૮૦ જેટલા વિધાર્થીઓને શિક્ષણ સહાય કરવામાં આવશે. અંદાજે રૂા. ૭૦૦૦૦૦/– (અંકે સાત લાખ રૂપિયા) જેટલી શિક્ષણ સહાય કરવામાં આવશે.

  • તબીબી સહાય : શ્રી દરજી જ્ઞાતિ સેવા મંડળ આ વર્ષ (ર૦ર૪–ર૦રપ) દરમ્યાન આશરે ૩૦ થી ૪૦ લાભાર્થીઓને વર્ષ દરમ્યાન કરશે. રૂા. ૩૦૦,૦૦૦ થી ૩,પ૦,૦૦૦ જેટલી તબીબી સહાય કરવામાં આવશે.

  • આકસ્મિક સહાય : શ્રી દરજી જ્ઞાતિ સેવા મંડળ આ વર્ષ (ર૦ર૪–ર૦રપ) દરમ્યાન જ્ઞાતિમાં કોઈ અકસ્માત થયો હોય . તેમને તાકાલિક સારવાર માટે નાણાની આવશ્યકતા હોય તો તેમને સારવાર માટે આકસ્મિક સહાય કરવામાં આવે છે. લગભગ કુલ રૂા.૧પ૦૦૦૦ લાખ જેવી આકસ્મિક સહાય થાય છે.

  • અનાથ સહાય : શ્રી દરજી જ્ઞાતિ સેવા મંડળ સમાજ વિધવા બહેનોને કે વિધુરભાઈઓ જેમના પાલન પોષણ માટે પરિવારમાં કોઈ ન હોય, આર્થિક રીતે કમાવવા માટે સક્ષમ ના હોય, તેવા જ્ઞાતિજનોને અનાથ સહાય કરવામાં આવે છે. તેમજ વર્ષ (ર૦ર૪–ર૦રપ) દરમ્યાન લાભાર્થીઓને અનાથ સહાય(આર્થિક) આપવમાં આવી છે. વર્ષ દરમ્યાન આશરે કુલ ૪લાખ જેટલી સહાય કરવામાં આવશે.

  • અનાજ સહાય : શ્રી દરજી જ્ઞાતિ સેવા મંડળ સમાજ વિધવા બહેનો કે વિધુરભાઈઓ જેમના પાલન પોષણ માટે પરિવારમાં કોઈ ન હોય, આર્થિક રીતે કમાવવા માટે સક્ષમ ના હોય, તેવા વિધવા બહેનોને કે વિધુરભાઈઓને અનાજ સહાય કરવામાં આવે છે. તેમજ વર્ષ (ર૦ર૪–ર૦રપ) દરમ્યાન લાભાર્થીઓને અનાજ પણ ભરાવી આપવમાં આવશે. વર્ષ દરમ્યાન આશરે કુલ ૪ લાખ જેટલી સહાય કરવામાં આવશે.

  • અપંગ સહાય : શ્રી દરજી જ્ઞાતિ સેવા મંડળ સમાજ લોકો જેઓ અપંગ છે. તેઓ આર્થિક રીતે કમાવવા માટે લાચાર છે. એવા લાભાર્થીઓને અપંગ સહાય કરવામાં આવે છે. વર્ષ (ર૦ર૪–ર૦રપ) દરમ્યાન આશરે ૧પ જેટલા લાભાર્થીઓને કુલ રૂા. પ૦૦૦૦ સહાય કરવામાં આવશે.

  • સમૂહ કન્યાદાન યોજના : શ્રી દરજી જ્ઞાતિ સેવા મંડળ ની આ યોજનાનો હેતું છે કે જે આર્થિક રીત સક્ષમ નથી. એવા પરિવારોના દીકરા– દીકરીઓના લગ્ન કરાવવા. આ યોજનાનો લાભ લઈ પોતાના દિકરા– દિકરી લગ્ન કરાવી શકે છે. કુલ અંદાજીત રૂા. પ લાખ થાય છે. (જોડાઓની સંખ્યા પર ખર્ચ નિર્ભર છે. )

  • અધિવેશન : શ્રી દરજી જ્ઞાતિ સેવા મંડળ દર વર્ષે જાન્યુઆરી મહિનામાં અધિવેશનનું આયોજન કરવામાં આવે છે. સૌ જ્ઞાતિજનો એકત્રિત થઈ એક બીજાની મુલાકાત કરવામાં આવે છે. સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. શિક્ષણ ક્ષેત્ર સિધ્ધી પ્રાપ્ત કરનાર તારલાઓનું સન્માન કરવામાં આવે છે. જેથી જ્ઞાતિજનોના વિધાર્થીઓને અભ્યાસ ક્ષેત્રે ઉત્સાહમાં વધારો થાય . આજે કોઈપણ સમાજને પ્રગતિમય બનાવવો હોય તો શિક્ષણ એ પ્રથમ હેતું હોવો જોઈએ. જે સમાજ શિક્ષણ થી આગળ છે, તે દરેક પ્રવૃતિથી આગળ છે. શિક્ષણ એ મહત્વનો પાયો છે. સેવા મંડળના સ્થાપના નો પ્રેરણાસ્રોત પણ શિક્ષણ છે.

  • યુવક–યુવતી પરિચય મિલન : શ્રી દરજી જ્ઞાતિ સેવા મંડળ ધ્વારા લગ્નોત્સુક જ્ઞાતિના દીકરા– દીકરીઓ માટે પરિચય મિલનનું પણ આયોજન થાય છે.

  • ઉપરોકત તમામ પ્રવૃતિઓ આપસૌના સહયોગથી જ થાય છે . તેથી આપના દાનના પ્રવાહનો સ્રોત અસ્ખલિત રીતે આપણી સંસ્થાને મળતી રહે એવી અમારી અપેક્ષા છે.